મોરબી તાલુકામાં 228 GRD જવાનો રાત-દિવસ ખડેપગે

- text


મોરબી : સમગ્ર દેશના કોરોનાના પગલે લોકડાઉન છે. આ પરિસ્થિતિમાં પણ પોલીસ, મેડિકલ, મીડિયા તથા સફાઈ કર્મીઓ લોકોની સેવા માટે કાર્યરત છે. ત્યારે મોરબી તાલુકામાં જી.આર.ડી જમાદાર ભૂપતદાન ગઢવી સહિતના 228 જેટલા GRD જવાનો સતત રાત-દિવસ ખડેપગે રહીને પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે માનદ અધિકારી વડગામા જીગરભાઈ કમલેશભાઈ દ્વારા જનતાને GRD જવાનોને સહકાર આપવા તથા કોરોના વાયરસથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

- text