મોરબી : કુંભારોને માટીકામ ચાલુ કરવાની મંજૂરી આપવા કલેક્ટરને રજુઆત

- text


વાંકાનેરના મિટીકુલ વાળા મનસુખભાઇ પ્રજાપતિએ કરી રજુઆત

વાંકાનેર : સમગ્ર વિશ્વમાં પોતાની માટી કલાથી પ્રખ્યાત વાંકાનેરના મિટ્ટી કુલ ક્લે ક્રિએશનના મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા લોકડાઉનમાં કુંભારોને કામ ચાલુ કરવા માટે મંજૂરી આપવા મોરબી કલેક્ટર જે. બી. પટેલને રજુઆત કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં જણાવ્યા અનુસાર કુંભાર જ્ઞાતિ આખુ વર્ષ માટીમાંથી માટલા સહિતની વસ્તુઓ બનાવે છે અને તેઓ તેનું વેચાણ ઉનાળામાં કરતા હોય છે. આથી, તેઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જેમ ગરમી વધે પડે તેમ તેઓનો માલ વધુ વેચાતો હોય છે. હાલ લોકડાઉન હોવાથી કાચો તથા પાકો માલ પડી રહેલ છે. આથી, કુંભારો પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે માટલા અને તાવડી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બનાવવાની તથા વેચવાની મંજૂરી આપવા કલેક્ટરને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text