મોરબીની બાળકીનો પેન્ડિંગ રિપોર્ટ પણ નેગેટિવ : ગઈકાલના તમામ 8 રીપોર્ટ નેગેટિવ

- text


બુધવારે લેવાયેલા મોરબી જિલ્લાના 8 શંકાસ્પદ લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રાહતના સમાચાર

મોરબી : મોરબી જિલ્લાના કોરોનાનાં શંકાસ્પદ એવા 8 લોકોના બુધવારે સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી સિવિલમાં 5 અને રાજકોટ સિવિલમાં 2 તેમજ સુરેન્દ્રનગરમાં લેવાયેલા 1 સેમ્પલ સહિતના મોરબી જિલ્લાના 8 માંથી સાત લોકોના રિપોર્ટ આજે બપોરે નેગેટિવ આવ્યા હતા. અને હાલમાં 8 માંથી રાજકોટ સારવારમાં રહેલી બાળકીનો પેન્ડિગ રિપોર્ટ પણ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો.

- text

ગઈકાલે બુધવારે મોરબી જિલ્લાના 8 લોકોના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા 45 વર્ષના મહિલા, નવલખી રોડ ઉપર રહેતા 70 વર્ષના વૃદ્ધા, રણછોડનગરમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ, અણીયારી ગામે રહેતા 65 વર્ષના વૃદ્ધ, મોરબી-2 સામાંકાંઠે વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલમાં અને 4 માસની બાળકી અને 55 વર્ષના વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમજ હળવદના કીડી ગામના 40 વર્ષના મહિલાને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી રાજકોટ સારવારમાં રહેલી બાળકી સિવાયના સાત રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે અત્યારે સાંજે રાજકોટ સારવારમાં રહેલી બાળકીનો પેન્ડિંગ રિપોર્ટ પણ નેગેટિવ હોવાનું જાહેર થતા ગઈકાલ બુધવારે લેવાયેલા તમામ 8 લોકોના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યો હતો. આમ બુધવારે લેવાયેલા મોરબી જિલ્લાના તમામ સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. આ સાથે મોરબી જિલ્લાના લોકોને લોકડાઉન 2નો ચુસ્ત પણે અમલ કરી ઘરમાં રહેવાની તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

જ્યારે મોરબીમાં આજે ગુરુવારે વધુ બે લોકોના સેમ્પલ લેવાયા છે. જેમનો રિપોર્ટ કાલે આવશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text