મોરબીમાં રામનવમી નિમિત્તે રામ મહેલ મંદિર અને જલારામ મંદિરે આરતી કરાઈ

- text


મોરબી : મોરબીમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતીની લોકો દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન ન થાય તે માટે ઘરે જ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરીને ઉજવણી કરવામાં આવી છે. જ્યારે આજે રામનવમી નિમિતે ઠેરઠેર રામ મંદિરોમાં આરતી પૂજા કરવામાં આવી હતી.

મોરબીમાં રામનવમી નિમિતે દરબાર ગઢ પાસે આવેલ પૌરાણિક રામ મહેલ મંદિરે આજે બપોરે બાર વાગ્યે ભગવાનની શ્રી રામની આરતી કરવામાં આવી હતી. રામ મહેલ મંદિર એવું એક માત્ર રામ મંદિર છે. જ્યાં ભગવાન શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ, ભરત, શત્રુધન બિરાજમાન છે. જેને રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રામનવમી નિમિતે કાયમનો ક્રમ જળવાઈ રહે તે માત્ર આરતી કરીને ભગવાન રામ સમક્ષ સમગ્ર વિશ્વને કોરોનાના સંકટમાંથી ઉગારવાની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત, અયોધ્યા પુરી મેઈન રોડ ઉપર આવેલ રામ મંદીરે આરતી કરવામાં આવી હતી. તેમજ જલારામ મંદિર સહીત ઠેરઠેર રામ મંદિરમાં આજે રામનવમીએ બપોરના સમયે આરતી કરવામાં આવી હતી. જો કે લોકડાઉનને કારણે મંદિરોમાં ભીડ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text