મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા હિજરતી શ્રમિકોનું પલાયન અટકાવવા જાહેરનામું બહાર પડાયું

- text


જાહેરનામામાં મકાન-માલિકો માટે પણ મહત્વનું સૂચન

મોરબી : સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવાનો હુકમ થયેલ છે. તથા તેને અનુલક્ષીને તા.૨૯/૦૩/૨૦૨૦ના રોજ હિજરતી શ્રમિકો તથા લોકડાઉનના કારણે અટવાયેલા લોકોને અનુલક્ષીને કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નીચે મજબનાં સૂચનો દર્શાવવામાં આવ્યા છે.

(1) સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક તેઓના ભાડૂઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર ન કરે કે મકાન જબરજસ્તી ખાલી ન કરાવે.

(2) સમગ્ર મોરબી જિલ્લામાં આવેલ તમામ પ્રકારના ઔદ્યોગિક એકમો/ફેકટરીઓ, જમીન માલીકો, કન્સ્ટ્રક્શન સાઇટ તથા તમામ પ્રકારના યુનિટો (જ્યા શ્રમિકો કામ કરતા હોય તેવા યુનિટ)ના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા જે-તે ઔદ્યોગિક એકમો/ફેકટરીઓના માલિક, જમીન માલીક, કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાકટર તથા તમામ પ્રકારના યુનિટો (જ્યા શ્રમિકો કામ કરતા હોય તેવા યુનિટ)ના માલિક એ કરવાની રહેશે. તેઓને હિજરત કરવાની ફરજ ન પડે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ફેકટરીના માલીક તથા ખેતરના માલીક તથા કન્સ્ટ્રકશન સાઇટના કોન્ટ્રાકટરો/માલિકની રહેશે.

- text

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. 29 માર્ચ થી તા. 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text