મોરબી જિલ્લામાં મજૂરોનું પલાયન અટકાવવા ડીડીઓને વિવિધ ટીમો બનાવીને અસકારક કામગીરી કરવા તાકીદ

- text


રાજ્યના મુખ્ય સચિવે વીડિયો કોન્ફ્રરન્સથી સૂચના આપતા જિલ્લા કલેકટરે આદેશ આપ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસને કારણે ચા,લી રહેલા લોકડાઉન દરમિયાન મનાઈ હોવા છતાં હજારો પરપ્રાતીયોની હિજરત ચાલુ રહી છે. આથી, આ ગંભીર મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં મજૂરોની હિજરત અટકે તે માટે રાજ્યના મુખ્ય સચિવે વીડિયો કોન્ફ્રરન્સથી તમામ અધિકારીઓને આ ગંભીર મુદ્દે અસરકારક કામગીરી કરવાની કડક સૂચના આપી છે. આથી, મોરબી જિલ્લા કલેકટરે ડીડીઓને તેમના હેઠળના ટીડીઓ સાહિતનાની ટીમો બનાવીને મોરબી જિલ્લામાંથી મજૂરીની હિજરત અટકાવવા સઘન પ્રયાસો કરવાની તાકીદ કરી છે.

- text

મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલે આજે જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણાને પરિપત્ર પાઠવીને જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. એમાં લોકોને કામ સિવાય બહાર નીકળવાની મનાઈ છે. આમ છતાં મોરબી જિલ્લામાં વસતા બહાર રાજ્યોના મજૂરો ડરને કારણે હિજરત કરી રહ્યા છે. આ ગંભીર બાબત છે અને રાજ્ય સરકાર આ મુદ્દે ગંભીર બન્યું છે. મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં મજૂરોની હિજરત અટકે તે માટે આજે સવારે રાજ્યના મુખ્ય સચિવે વીડિયો કોન્ફ્રરન્સથી રાજ્યમાં મજૂરોને સ્થળાંતર ઉપર પ્રતિબંધ લગાવવાની સૂચના આપી છે.

આથી, જિલ્લા કલેકટરે ડીડીઓને આ મામલે તાકીદ કરી છે કે તેમની ઠેઠળના ટીડીઓ સહિતના અધિકારીઓ અને સરપંચો સહિતની ટીમો બનાવીને આ ટીમોને ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ફરતી રાખીને હિજરત કરતા મજૂરોને અટકાવી પરત તેમના સ્થળે મોકલવા જણાવ્યું છે અને મજૂરોનું સ્થળાંતર અટકે તે માટેની ઘટતી તમામ કાર્યવાહી કરવા અને આ ટીમોની યાદી તથા કરેલી કામગીરીનો રિપોર્ટ મોકલાવાની સૂચના આપી છે.

- text