બગથળાના હરિ નકલંક વિદ્યાલયની છાત્રાનું સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : મોરબી જિલ્લાના બગથળા ગામની શ્રી હરિ નકલંક વિદ્યાલયની છાત્રા કોરવાડીયા ભાર્વિ અતુલભાઈ એ રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાતી સ્કોલરશીપ પરીક્ષામાં ગ્રામ્ય મેરીટમાં 200 માંથી 159 માર્કસ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ શાળાના વિજ્ઞાન શિક્ષક અશોક કામારિયા એ રાજ્ય કક્ષા એ ઈનોવેટીવ એજ્યુકેશનલ ફેસ્ટિવલ – 2020માં અમદાવાદ ડાયેટ મુકામે શિક્ષણમાં નવતર પ્રવૃત્તિ કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવારે શિક્ષક અને વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા છે. તેમજ ભવિષ્યમાં ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

- text