ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ધુળેટીની આગોતરી ઉજવણી કરી

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ દ્વારા વિવિધ તહેવારોની ભારતીય પરંપરા મુજબ દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ નાના બાળકો માટે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર એટલે કે ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ખૂબ જ આનંદની અનુભૂતિ કરી હતી. આ સાથે ઉમા વિદ્યા સંકુલનું ક્રિડાંગણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ તકે તમામ મોરબીવાસીઓને શાળા પરિવાર વતી પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયા દ્વારા હોળી અને ધુળેટી પર્વની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી છે.

- text