મોરબીમાં રવિવારે હાડકા-સાંધા અને હૃદયની બીમારીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના રામચોક ખાતે રેમન્ડ શો રૂમની પાસે આગામી તા. 8 માર્ચના રોજ રવિવારે ગ્લોબલ લૉંગલાઈફ હોસ્પિટલ અને ગ્રુપ ઓફ ગેબી સરકારના સંયુક્ત ઉપક્રમે હાડકા-સાંધાના રોગ અને હૃદયને લગતી બીમારી માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના અંતર્ગત ધૂંટણ અને થાપાની સારવાર ઉપલબ્ધ રહેશે. આ કેમ્પના ડો. તેજસ ગાંધી, ડો. આનંદ ગુપ્તા અને ડો. તરુણ દવે દ્વારા નિદાન-સારવાર કરાશે. કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટેશન કરવું ફરજીયાત છે. તેના માટે અનીશભાઈ સેવંગીયા મો.નં. 88497 57665 પર સંપર્ક કરવાનો રહેશે.

- text