મોરબી : ડ્રાઇવીંગ દરમિયાન ઝોકું આવી જતા કાર ડિવાઇડર સાથે અથડાતા સગીરનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કારના ડ્રાઇવીંગ દરમિયાન ઝોકું આવી જતા કાર ડિવાઇડર સાથે અથડાતા આ કાર ચલાવતા સગીરને ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.આ બનાવમાં કારમાં બેઠેલા એક યુવાનને ઇજા પહોંચી હતી.

- text

આ અકસ્માતની.મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનમાં રહેવાસી સુભાષ બુદ્ધારામ બિશનોઈ ઉ.વ.14 નામના સગીર ગત તા.9 ના રોજ જી.જે.વન આર.બી.1443 નબરની સ્વીક્ત કાર ચાલવીને મોરબી વાંકાનેર હાઇવે હાઇવે ઉપર મોરબીના રફાળેશ્વર ગામ નજીક ભવ્ય હોટેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે આ સ્વીફ્ટ કાર ચલાવતા સગીરને કાર ડ્રાઇવીંગ દરમિયાન અચાનક ઝોકું આવી જતા કારના સ્ટ્રીયરીગ પરથી કાબુ ગુમાવતા કાર અચાનક ત્યાં રોડ પરના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અકસ્માતમા કારમાં બેઠેલા અન્ય યુવાન સુભાષભાઈ સીતારામભાઈ બિશનોઈ ઉ.વ.રહે રાજસ્થાન વાળાને ઇજા પહોંચી હતી.મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text