મોરબીની બુઢ્ઢા બાવા શેરીમાં 3-4 માસથી સ્ટ્રીટ લાઈટ બંધ : સ્થાનિકોને હાલાકી

- text


સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં તંત્રનું ઓરમાયું વર્તન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

મોરબી : મોરબીની બુઢ્ઢા બાવા શેરીમાં છેલ્લા 3-4 માસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ ઉઠી છે.સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જોકે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં તંત્રનું ઓરમાયું વર્તન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

- text

મોરબીના વોર્ડ નંબર 5 માં રહેતા જાગૃત નાગરિક કેયુર ભાઈ પંડ્યાએ મોરબી નગરપાલિકા તંત્રનું વોર્ડ નંબર ૫ નાં રહેવાસીઓ પ્રત્યે અણછાજતું વર્તન હોવાનો બળાપો ઠાલવ્યો છે.તેમના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના વૉર્ડ નંબર 5 માં આવેલ બુઢ્ઢા બાવા શેરીમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ છે.સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રીએ અંધારું સર્જાઈ છે આથી સ્થાનિક લોકોને રાત્રી દરમિયાન શેરીમાં અવર જવર કરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે.જ્યારે સ્થાનિક રહેવાસીઓ છેલ્લા 3-4 મહિનાથી સ્ટ્રીટ લાઈટ બંધની નગરપાલિકા તંત્રને ફરિયાદ કરતા હોવા છતાં તંત્ર દ્વારા આ શેરીમાં કોઈ કામ કરવામાં આવતા નથી અને ફરિયાદ નિવારણ કરવા માટે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.તેથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી હોવાથી પાલિકા તંત્ર વહેલાસર આ ગંભીર સમસ્યા મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી તેમણે માંગ ઉઠાવી છે.

- text