કલબ 36 મલ્ટીપ્લેક્ષમાં ખાસ ઓફર :મુવી ટીકીટ ઉપર સવારે પોપકોર્ન અને કોલ્ડડ્રિન્કનો કોમ્બો તથા બપોરે કોલ્ડડ્રિન્ક ફ્રી

- text


સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ સ્ક્રીન ઉપર અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમના સથવારે મુવી જોવાનો લ્હાવો : પાર્કીંગ પણ નિઃશુલ્ક

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે કલબ 36 મલ્ટીપ્લેક્ષ દ્વારા ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં મુવી ટીકીટ ઉપર સવારે કોમ્બો અને બપોરે કોલ્ડડ્રિન્ક ફ્રી આપવામાં આવશે. તો મોરબીવાસીઓ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ સ્ક્રીન ઉપર મુવી જોવાનો લ્હાવો ઓફર્સ સાથે લેવાનું ચૂકશો નહિ.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે જોગ આશ્રમની પાછળ આવેલું કલબ 36 મલ્ટીપ્લેક્ષ અનેકવિધ સુવિધાઓથી સજ્જ છે. આ મલ્ટીપ્લેક્ષ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સ્ક્રીન ધરાવે છે. અહીં પાર્કિંગ તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને મલ્ટીપ્લેક્ષમાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા છે. ઉપરાંત અહીં dolby 7.1 D hi-tech 850 Atmos જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમ પણ છે. જે મૂવી દરમિયાન ઓરીજનલ સાઉન્ડ ઇફેક્ટ આપે છે. કલબ 36 મલ્ટીપ્લેક્ષમા મુવી જોવું એક લ્હાવો કહી શકાય. તેમાં પણ વધુને વધુ લોકો એન્ટરટેઇનમેન્ટ મેળવી શકે તેવા આશયથી કલબ 36 મલ્ટીપ્લેક્ષ દ્વારા ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે.

કલબ 36 મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે આવતા દરેક વ્યક્તિને સવારે 9થી બપોરે 1 વાગ્યાના શોની ટીકીટ ઉપર રેગ્યુલર કોમ્બો ફ્રી અપાશે. જેમાં એક પોપકોર્ન અને એક કોલ્ડડ્રિન્ક હશે. આ ઓફર પ્લેટીનિયમ અને બોક્ષ ટીકીટ ઉપર જ લાગુ રહેશે. જ્યારે બપોરે 1થી સાંજે 6 વાગ્યા સુધીના શોની ટીકીટ ઉપર કોલ્ડડ્રિન્ક ફ્રી આપવામાં આવશે. આ ઓફર ઇકોનોમી કલાસ સિવાયની તમામ ટિકિટના લાગુ પડશે.

- text

વધુમાં કલબ 36 મલ્ટીપ્લેક્ષમાં મુવી ટિકિટના દર તદ્દન વ્યાજબી રાખવામાં આવ્યા છે. તેમાં પણ ઓફર ચાલી રહી છે. જેથી મોરબીવાસીઓ માટે મુવી જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કલબ 36 મલ્ટીપ્લેક્ષ બની રહ્યું છે. તો અહીં પધારીને સૌરાષ્ટ્રની વિશાળ સ્ક્રીન ઉપર, અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે સાવ ઓછા ખર્ચે પરિવાર સાથે મુવીની મજા અવશ્ય માણો. મોરબી શહેરમાં બુકીંગ માટે પહેલો માળ, લાપીનોઝ પીઝા ઉપર, સ્કાય મોલ સામે, શનાળા રોડ ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text