માળિયા પાસે ટ્રકે બોલેરોને હડફેટે લેતા એકનું મોત

- text


માળિયા : માળિયા પાસે ટ્રકે બોલેરોને હડફેટે લેતા એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે માળિયા પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા.16ના રોજ ટ્રક નંબર જીજે 12 જેએન 9010એ બોલેરોને હડફેટે લેતા બોલેરો પાસે ઉભેલા રસુલભાઈ નૂરમહમદભાઈ ઉ.વ.24ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text