મોરબીમાં ડોલ્સ એન ડ્યુડસ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ દ્વારા હુન્નર-ધ સ્કીલફુલ એક્ઝીબીશનનું આયોજન

- text


મોરબી : ડોલ્સ એન ડ્યુડસ ઈનટરનેશનલ પ્રી-સ્કૂલ દ્વારા ત્રિદિવસીય એક્ઝીબીશનનું આયોજન આગામી તા. ૨૧/૨૨/૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી ડોલ્સ એન ડ્યુડસ ઈનટરનેશનલ પ્રીસ્કૂલ, રત્નકલા એક્સ્પોર્ટ, સનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વિધાર્થીઓ દ્વારા દુનિયાના તમામ દેશો, હિન્દુસ્તાનની ઝાંખી, ભારતના અલગ-અલગ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલા રત્નો, સ્વતંત્ર સેનાનીઓ, જંગલ સફારી વગેરે વિષયોનું એક્ઝીબીશન અને મોડલ બનાવવામાં આવ્યા છે.

- text

ડોલ્સ એન ડ્યુડસ ઈનટરનેશનલ પ્રી-સ્કૂલ દ્વારા આ “હુનર-સ્કીલફુલ એક્ઝીબીશન”માં અલગ-અલગ વિભાગ જેવા કે ‘Around the world’, ‘Hindustan’, ‘Language Studio’, ‘Out Of the Box’, Jungle Safari’માં અલગ-અલગ સ્કીલ પ્રદર્શિત કરતા મોડલ બનાવવામાં આવ્યા છે. ડોલ્સ એન ડ્યુડસ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ દ્વારા આ “હુનર-સ્કીલફુલ એક્ઝીબીશન”નો લાભ લેવા માટે મોરબીવાસીઓને આમાંત્રિત કરવામાં આવે છે.

- text