મોરબીમાં મિશ્રઋતુના લીધે જનજીવન પ્રભાવિત

- text


દિવસભર અત્યારથી જ ભારે ગરમીના અહેસાસથી લોકો અકળાયા

મોરબી : શિયાળો હવે અંતિમ ચરણોમાં પહોંચી ગયો છે. હાલ શિયાળાના અંતિમ દિવસોમાં જ ઉનાળાએ તેજ ગતિએ દસ્તક દઈ દીધી છે. તેથી, મોરબીમાં દિવસભર ભારે ગરમી અનુભવાય છે. જો કે રાત્રે અને વહેલી સવારે પણ સામાન્ય ઠંડી રહે છે. પરીણામે દિવસભર ગરમી જેવું ભારે વાતાવરણ રહેતા લોકો અકળાયા છે અને એકંદરે મિશ્રઋતુના પ્રભાવથી જનજીવન પ્રભાવિત થયું છે.

- text

શિયાળાએ હવે બિસ્તરા પોટલાં બાંધી લઈને વિદાય લેવાની તૈયારી કરી લીધી હોય તેમ ઉનાળાએ શરુઆતથી જોરદાર પ્રભાવ પાડ્યો છે. ઠંડી માત્ર વહેલી સવાર અને રાત્રે જ અનુભવાઈ છે એ પણ સામાન્ય ઠંડી હોય છે. તેથી, દિવસ ઉગતાની સાથે ઉનાળાનું આક્રમણ શરૂ થઈ જાય છે અને બપોર પડતા જ જાણે ગરમીની મૌસમ આવી ગઈ હોય તેમ સખત ગરમીનો અહેસાસ થાય છે. તેથી, જ શહેરમાં છેલ્લા થોડા દિવસથી ઉતરોતર ગરમીનું પ્રમાણ વધ્યું છે અને દિવસભર ગરમી રહેતા હવે ઘરે-ઘરે અને ઓફીસ તથા કચેરીઓ સહિતના તમામ સ્થળે પંખા ફરવા લાગ્યા છે. જ્યારે સ્વેટર, મફલર, શાલ સહિતના ગરમ વસ્ત્રો અભેરાઈ ઉપર ચડી ગયા છે. જ્યારે શિયાળાની ગરમ ખાદ્ય વસ્તુઓની જગ્યાએ ઠંડા પીણાએ સ્થાન લેવાનું ધીમી ગતિએ શરૂ કરી દીધું છે. જો કે મિશ્રઋતુના પ્રભાવથી જનજીવન ખરેખર પ્રભાવિત થયું છે અને ડબલ ઋતુથી લોકોના સવસ્થ્યને અસર થઈ શકે તેમ છે. તેથી, તબીબો ખાનપાનમાં કાળજી રાખવાની લોકોને સલાહ આપી રહ્યા છે.

- text