કંડલા પોર્ટના ડે.ચીફ. એન્જિનિયરની નિવૃત્તિ બાદ વતન આમરણમાં ભવ્ય સ્વાગત થયું

- text


માળીયા (મી.) : કંડલા પોર્ટના ડે.ચીફ. એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એન.એમ.પરમાર તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ તેઓ તેમના વતન આમરણ આવતા ગામમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

આમરણ ખાતે માલભાઈ પરમાર શિક્ષણ સમિતિ અને દલિત સમાજ દ્વારા વાજતે ગાજતે એન.એમ.પરમારનું સ્વાગત કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મોમાઈ માતાના મંદિરના નવનિર્માણ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમરણ પાટીદાર સમાજના અગ્રણી તેમજ આમરણ ગામના સરપંચ, ડાયમંડ નગરના સરપંચ તથા અન્ય મહાનુભાવો દ્વારા પણ એન. એમ. પરમારનું સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ડે. ચીફ. એન્જિનિયર એન. એમ પરમાર દ્વારા દર વર્ષે મોરબી, માળીયા અને જોડિયા તાલુકાના ઉચ્ચ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરી કીટ અમે ટ્રોફી એનાયત કરવામાં આવે છે, તેમજ દલિત સમાજ માટે કોઈ પણ પ્રસંગે સમાજ વાડી નિઃશુલ્ક આપે છે.

- text