હળવદ : ટ્રાફિકની કાર્યવાહીમાં ભેદભાવ રખાતો હોવાની રાવ સાથે વેપારીઓએ આવેદનપત્ર આપ્યું

- text


હળવદ વેપારી મહામંડળ દ્વારા પોલીસ મથકે પી.આઈ.ને લેખિતમાં આવેદનપત્ર આપી શહેરના ટ્રાફિકની સમસ્યા અંગે નિરાકરણ કરવા જણાવ્યું

હળવદ : હળદર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઇ વેપારી મહામંડળ દ્વારા પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેથી, હળવદ પોલીસ દ્વારા આજે શહેરમાં ટ્રાફિકને લઇ એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જો કે આ ટ્રાફિકની કાર્યવાહીમાં પોલીસે ભેદભાવ રાખી ચોક્કસ વેપારીઓને ટાર્ગેટ કર્યા હોવાની રાવ સાથે વેપારીઓએ પોલીસ મથકે આવેદનપત્ર આપી ભેદભાવ રાખ્યાં વિના ટ્રાફિકની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

- text

પોલીસ દ્વારા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને યોગ્ય કરવા પી.આઇ. સહિતનો સ્ટાફ ટ્રાફિકને અડચણરૂપ જાહેર રસ્તા ઉપર લારી-ગલ્લાઓ તેમજ વેપારીઓ દ્વારા રસ્તા પર મુકેલી જારીઓને દૂર કરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહી અમુક ચોક્કસ વેપારીઓ સામે જ કરવામાં આવી હોવાની રાવ સાથે હળવદ વેપારી મહામંડળ દ્વારા પોલીસ મથકે લેખિતમાં આવેદનપત્ર આપી ટ્રાફિકને અડચણરૂપ તમામ સામે ભેદભાવ રાખ્યા વગર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ તકે વેપારી મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ, ઉપ-પ્રમુખ ભીખાલાલ પટેલ, નરભેરામભાઈ અઘારા, ભરતભાઈ રબારી, પ્રકાશભાઈ પટવા, ગોપાલભાઈ ઠક્કર, દીપાલાલ પરીખ, વાસુદેવભાઈ પટેલ સહિતના વેપારીઓ હાજર રહ્યા હતા. શહેરમાં કરવામાં આવેલ ટ્રાફિકની કાર્યવાહીને લઇને ભેદભાવ રખાતો હોવાની રાવ સાથે વેપારીઓએ પોલીસ મથકે રજૂઆત કરી હતી. જો કે આ અંગે પી.આઈ. સંદિપ ખાંભલાએ વેપારીઓને જણાવ્યું હતું કે અમારા દ્વારા કરાતી કાર્યવાહીમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રખાતો નથી છતાં જો વેપારીઓને એવું લાગતું હોય તો આવતા દિવસોમાં વેપારીઓને સાથે રાખી શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવીશું. જો કે તેમાં વેપારીઓએ પણ સંપૂર્ણ સાથ-સહકાર દેવાની પી.આઈ. ખાંભલાને ખાતરી આપી હતી.

- text