મોડાસાની યુવતી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના વિરોધમાં મોરબીમાં કેન્ડલ માર્ચ

- text


અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

મોરબી : મોડાસામાં યુવતી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના બનાવના વિરોધમાં આજે સાંજે મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આ જઘન્ય બનાવના અપરાધીઓને ફાંસી આપવાની માંગ સાથે ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- text

ગુજરાત રાજ્યના મોડાસામાં એક યુવતી પર દુષ્કર્મ ગુજારી અને તેની નિર્મમ હત્યાના બનાવ સામે મોરબીમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ બનાવના વિરોધમાં આજે સાંજે મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ભોગ બનનાર યુવતીને ન્યાય આપવાની માંગ કરીને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.રેલવે સ્ટેશન રોડથી પાલિકા કચેરી સ્થિતિ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચ યોજી આરોપીઓ ને ફાંસી આપવા કરાઈ માંગ કરાઈ હતી.

- text