લક્ષ્મીનગર ગામની સઘન સફાઈ કરી યુવાનો દ્વારા ઉતરાયણની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : મોરબી ગઈકાલે ઉતરાયણના દિવસે મોટાભાગના લોકો પંતગ ચગાવીને આભને આંબવામાં મશગુલ હતા. ત્યારે મોરબીના લક્ષમીનગર ગામના યુવાનોએ ગામની સઘન સફાઈ કરીને ઉતરાયણની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. યુવાનોએ રીતે તહેવારની ભારતીય પરંપરા અનુસાર ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો. દેશના એક આર્દશ નાગરિક તરીકે આપણે જ્યાં રહીએ છીએ એ શહેર કે ગામને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારો કેટલી? શુ આપણે બેજવાબદાર નાગરિક બનીને જ્યાં ત્યાં કચરો ફેંકી શહેર કે ગામને ગંદુ તો નથી બનાવતાને? શુ માત્ર આપણી મિલકતની જાળવણી કરવાની જવાબદારી છે? જાહેર મિલકતને સ્વચ્છ રાખવાની આપણી કોઈ જ જવાબદારી નથી? અત્યારે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે આ સવાલોનો જવાબ મેળવવા આપણે ખુદના અંતરઆત્માને ઢંઢોળવો પડે એમ છે.

- text

આમ તો ઉત્તરાયણના દિવસે અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ આભને આંબવામાં મશગુલ હતા. ત્યારે મોરબીના લક્ષમીનગર ગામના કેટલાક જાગૃત યુવાનોએ સમગ્ર ગામમાં સફાઈ અભિયાન આદર્યું હતું અને યુવાનોની ટીમે ગામની અંદર સઘન રીતે સફાઈ કરીને પોતાના નાગરિક ધર્મને દીપાવ્યો હતો. આ યુવાનોએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉતરાયણની આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરીને સૌને નવો રાહ ચીંધ્યો છે. જો કે સ્વચ્છતાની જવાબદારી એકલી માત્ર સરકાર કે સરકારી તંત્રની નથી, આપણે નાગરિક તરીકેની પણ એટલી જ જવાબદારી છે. જો આપણે પોતાની મિલકતની જાહેર મિલકતની કાયમ દરકાર કરીશું તો વારેઘડીએ આ સ્વચ્છતા અભિયાનનો શબ્દ સાંભળવો નહિ પડે.

- text