પતંગથી ઘવાતા પક્ષીઓ માટે નહેરુગેટ ખાતે સારવાર કેન્દ્ર કાર્યરત થયું

કરુણા અભિયાન અંતર્ગત કાર્યરત સારવાર કેન્દ્રમાં ઘાયલ પક્ષીઓની સારવાર-જાળવણી થશે :

મોરબી : ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓ માટે પક્ષી કલેક્શન સેન્ટરનો આજથી નહેરુ ગેટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વન વિભાગના Rfo. કે.ડી ગોહિલ, ફોરેસ્ટર એમ. જી. દેત્રોજા, ફોરેસ્ટર કે. આર.ગોહિલ, ફોરેસ્ટર અનિલભાઈ પટેલ, વનરક્ષક પી.એમ ગોહિલ, બી.આર.બાડા, પી.એચ.કંડોરિયા
અને કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો હાજર રહ્યા હતા. પતંગના માંજા યુક્ત દોરાથી ઘાયલ થતા પક્ષીઓની આ સ્થળે સેવા-સારવાર કરવામાં આવશે. કરુણા અભિયાન 2020 અંતર્ગત આ અભિયાન હાથ ધરાયું છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંચાલિત કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન દ્વારા મોરબી શહેરમાં ઘાયલ અને રસ્તે રઝળતા પશુ-પક્ષીઓ માટે વિનામૂલ્યે સારવાર કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે. જેનો હેલ્પલાઇન નંબર 7574868886 છે. સવારે 08થી રાત્રે 08 દરમ્યાન આ નંબર પર ફોન કરી બિનવારસી ઘાયલ પશુ-પક્ષીઓની જાણકારી આપી સારવાર ઉપલબદ્ધ કરાવાય છે.