હડમતીયામાં હિંસક પ્રાણીના હુમલાની ઘટનામાં વનવિભાગે હાથ ધરેલી તપાસમાં કઈ હાથ ન લાગ્યું

- text


ટંકારા : હડમતીયામાં ખેતમજૂર પરીવારની ચાર વર્ષની પરપ્રાંતિય બાળકી ઉપર જંગલી પ્રાણીના હિસંક હુમલથી વનવિભાગના અધિકારીઅોના રાતદિવસના આટા ફેરાથી કશું હાથ લાગ્યું નથી.વન્યપ્રાણીના હુમલાથી વનવિભાગના સતત છેલ્લા ૪ દિવસથી સીમમાં ધામા અને સલામતીના ભાગરુપે શંકા જણાતા પીંજરુ પણ મુકવામા આવ્યું.ખેતરમાં કામ કરતા પરપ્રાંતિઅોના બાળકો,માતાઅોની પુછપરછ કરી પણ વનવિભાગના અધિકારીઅોને પુછપુરછમાં તથ્ય દેખાયુ નથી

- text

ટંકારાના હડમતિયા ગત રાત્રે સલામતીના ભાગરુપે વનવિભાગ દ્વારા પીંજરુ મુકવામા આવતા કશુ જ હાથ લાગ્યુ ન હતું. વનવિભાગના ફોરેસ્ટ ઓફિસર કુંડારીયા તેમજ દેત્રોજાના જાણાવ્યા અનુશાર જો કોઈ હિંસક પ્રાણી હોય તો છેલ્લા ૪ દિવસથી ગામની સીમની આસપાસ પશુ પર કે માનવ પર હુમલો જોવા મળ્યો નથી. જો સીમમાં વસતા કોઈપણ ખેડુતભાઈ, માલધારીભાઈ કે ખેતમજુરભાઈઅોને આ બાબતના કોઈ પંજાના ફ્રેશ નિશાન કે મારણ કરીને અડધું છોડી દિધેલ કોઈ પશુ,પક્ષી કે અન્ય કઈ જોવામા આવે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા પણ જણાવ્યું હતું અને ખેડુતભાઈઅોને ખોટો ડર નહી રાખવા પણ જણાવ્યું હતું. છતા જંગલી પ્રાણી જોવામાં આવે તો નિશંકોચે વનવિભાગને ફોન કરી જાણ કરવા ફોરેસ્ટ અોફિસર કુંડારીયા સાહેબે જણાવ્યું હતું.

- text