મોરબી યુવા જ્ઞાનોત્સવના બીજા સેશનનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી આરંભ

- text


આજે ઉત્સવ પરમાર, રિઝવાન આડતીયા, જે. ડી. મજેઠીયા, જયસુખભાઇ પટેલ અને સવજીભાઈ ધોળકિયાનું વક્તવ્ય

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવના બીજા સેશનનો આજે રંગારંગ પ્રારંભ થયો છે. આજે બીજા દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. બીજા સેશનમાં પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમોને લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવ્યા હતા.

પ્રથમ વિનય કરાટે એકેડમીના બાળકોએ કરાટેના વિવિધ કરતબો રજુ કર્યા હતા. જેને નિહાળીને દર્શકો દંગ રહી ગયા હતા. ત્યારબાદ ઉમા વિદ્યા સંકુલના બાળકોએ સાંપ્રત સમસ્યાને અનુરૂપ કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે દૂરદર્શનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમારનું આજના સમયમાં બંધારણનું મહત્તવ એ વિષય પર વક્તવ્ય તેમજ મોટિવેશનલ સ્પીકર રિઝવાન આડતીયાનું જીવનમાં સફળ કેમ થવું?’ એ વિષય પર વક્તવ્ય યોજાશે.

- text

તા. 11 જાન્યુઆરીના સાંજેના ત્રીજા સેશનમાં 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6.30 થી 7.15 વાગ્યા દરમિયાન ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જે. ડી. મજેઠીયાનું ‘રુક જાના નહિ, તુમ કહીં હાર કે…’ એ વિષય પર વક્તવ્ય તથા સાંજે 7.15 થી 7.30 વાગ્યા દરમિયાન એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું રણ સરોવર પ્રોજેકટનું મહત્વ’ વિશે વક્તવ્ય અને સાંજે 7.30 થી 7.45 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન ઉપરાંત સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનું સાચી સફળતાના સૂત્રો એ વિશે વક્તવ્ય યોજાશે.

- text