ઘોડાધ્રોઈ ડેમમાંથી મોરબી તાલુકાના ૯ ગામો માટે પીવાના પાણીની યોજના મંજુર

- text


મોરબી : ગાંધીનગર મુકામે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા પાણી પૂરવઠા અને જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલ મેરેથોન મિટિંગમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા તેમ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું.

ઘોડાધ્રોઇ ડેમમાંથી ઝીકીયાળી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા શનાળા, બેલા, રંગપર, વાંકડા અને ખરેડાને પીવાનું પાણી પહોંચતું કરવા અંગેની બહુલાભીત યોજનાને મંજૂરી આપવામાં આવી હતી સાથે સાથે મોરબી બાયપાસથી જુના સાદુળકા ગામ સુધીની પીવાના પાણીની પાઈપલાઈન તથા ને.હાઇવેથી પીલુડી ગામ સુધીની પાઈપલાઈનનું કામ પણ મંજુર કરવામાં આવ્યું હતું.

મોરબી શહેરની યોજનાના પેકેજ- ૨ નું કામ પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ નં.૧, ૩ તથા ૪ ના કામો ઝડપથી પૂરા થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી. નર્મદા નહેરના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા મોરબી તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બ્રાહ્મણી ડેમ-૨ થી જુના સાદુળકા સુધી પાઈપલાઈન નાખવાનું કામ હંગામી ધોરણે બંધ રાખીને ઢાંકીથી બ્રાહ્મણી ડેમ-૨ સુધી પણ પાઈપલાઈન નાખવા તથા બ્રાહ્મણી ડેમ-૨ ને બાયપાસ કરીને ઢાંકીથી નવા સાદુળકા સુધી કેનાલ ડાયરેકટ કરી આપવાના વિષય પર પણ ગંભિર વિચારણા કરવામાં આવેલ.

- text

આ મીટીંગમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપરાંત ધ્રાંગધ્રા હળવદ ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી બચુભા રાણા, મોરબી તા. પંચા.ના પૂર્વ કારોબારી ચેરમેન કે.ડી.માકાસણા, પૂર્વ ભાજપ મહામંત્રી જયંતીભાઈ ચાપાણી, નવા સાદુળકા સરપંચ દિનેશભાઇ પાંચોટીયા તથા અમરનગર સરપંચ રમેશભાઈ પાંચોટીયા જોડાયા હતા.

- text