ટંકારા : હડમતીયા ગામે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું

- text


ટંકારા : તાલુકાના હડમતીયા ખાતે આવેલી શ્રી હડમતીયા કુમાર શાળામાં “ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ” મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ધોરણ- ૬ અને ૭ના કુલ ૪૧ વિદ્યાર્થીઓએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે ખુબ જ સટીક તેમજ આકર્ષક ચિત્રો દોર્યા હતા. જેમાં શંગોડ કૈલેશ લસુભાઈએ પ્રથમ, ચાવડા ઉમેશ રમેશભાઈએ દ્વિતીય અને મૈડા અશ્વિન કેશાભાઈએ તૃતીય નંબરે વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

શાળામાં “ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ”ના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સીપાલ નરેન્દ્રભાઈ ધાનજા સાહેબ દ્વારા બાળકોને જિંદગીમાં કયારેય વ્યસન ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન સાથે અપીલ કરી હતી. સાથોસાથ સ્પર્ધામાં વિજેતા થનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text