મોરબી એકેડેમિક એસોસીએશનની સ્થાપના અને હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી : વિવિધ ક્ષેત્રે કોચીંગમાં સક્રિય લોકોના એક સંગઠન “મોરબી એકેડેમિક એસોસીએશન”ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ટ્યુશન ક્લાસીસ, પર્સનલ ટ્યુશન, કોમ્પ્યુટર ક્લાસીસ, પ્રી સ્કુલ, ડાન્સ ક્લાસીસ, મ્યુઝિક ક્લાસીસ, હોબી સેંટર, જીમ, ડ્રોઇંગ ક્લાસીસ, સ્પોર્ટસ કોચીંગ સહિતના તમામ પ્રકારના કોચીંગનો વ્યવસાય ધરાવતા લોકો સભ્ય બની પરસ્પર સહકાર કેળવી સંગઠનની ભાવનાથી સક્રિય બને તેવા ઉદ્દેશથી આ સંગઠન કાર્યરત બનશે.

આ સંગઠનના વર્ષ 2020ના પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે જશવંતભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે પ્રમોદસિંહ રાણા, અનિલભાઈ પરમાર, કેતનભાઈ કડિવાર, પરિમલભાઈ ઠક્કર તથા મંત્રી તરીકે અલ્પેશભાઈ ગાંધી, ગુંજનભાઈ જોબનપુત્રા, જસવંતસિંહ ઝાલા, ખજાનચી તરીકે ભાવિનભાઈ ચોટાયની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવા, અન્ય કમીટીની રચના કરી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવનાર છે.

- text

“મોરબી એકેડેમિક એસોસીએશન” ભવિષ્યમાં વિશિષ્ટ પ્રકારના સામાજિક અને પારિવારિક કાર્યક્રમોનું આયોજન કરી આ ક્ષેત્રોના વિકાસ માટે કાર્યરત રહેશે. આ એસોશિએશનમાં સભ્ય તરીકે જોડાવા માંગતા ભાઈઓ તથા બહેનોએ રવીન્દ્રભાઈ ત્રિવેદી મો.નં. 9879024410, અલ્પેશભાઈ ગાંધી મો.નં. 9898448974, પરિમલભાઈ ઠક્કર મો.નં. 9825445538 સહિત અન્ય હોદ્દેદારોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text