Morbi: મતદારની ‘દિર્ઘદ્રષ્ટિ’: મોતિયાનાં ઓપરેશનના ચાર કલાક બાદ વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા

- text


Morbi: મોરબીના સો-ઓરડી વિસ્તારમાં પોટરી તાલુકા શાળા ખાતે એક વૃદ્ધ મહિલા મોતિયાના ઑપરેશનના ચાર કલાક બાદ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમનો મતદાન માટેનો આ ઉત્સાહ જોઈ અન્ય લોકોને પણ પ્રેરણા મળી હતી.

- text

મોરબી અપડેટની ટીમ આજે પોટરી તાલુકા શાળા ખાતે પહોંચી હતી ત્યારે એક 70 વર્ષના વૃદ્ધા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વૃદ્ધાએ હજુ ચાર કલાક પહેલા જ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. જો કે વૃદ્ધાએ ઓપરેશન બાદ આરામ કરવાની જગ્યાએ પોતાનો નાગરિક ધર્મ સમજીને મતદાન કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, પોટરી તાલુકા શાળા ખાતે બપોર સુધીમાં 60% થી વધુ મતદાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું.

- text