મોરબીના લખધીરગઢ ગામે વોટીંગ મશીન બદલવું પડ્યું

- text


Morbi: મોરબીના લખધીરગઢ ગામે આજે સવારે 7 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે વોટીંગ દરમિયાન મશીન બગડતા થોડીવાર માટે મતદાન પ્રક્રિયા અટકી હતી. વોટીંગ મશીનમાં ખામી સર્જાતા તેને તરત જ બદલી દેવાતા ફરી મતદાન શરૂ થયું હતું.

- text

લખધીરગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 412 જેટલા મત પડ્યાં બાદ વોટીંગ મશીનમાં ખામી સર્જાઈ હતી. જોકે, તાત્કાલિક તેને બદલીને મતદાનની પ્રક્રિયા આગળ ચાલી હતી.

- text