મોરબી જિ.પંચાયત કચેરીએ 500થી વધુ આંગણવાડી-આશાવર્કર બહેનોના ધરણા

- text


વિવિધ પડતર માંગણીઓ ઉકેલવાની માંગ સાથે આંગણવાડી વર્કરોએ કલેકટરને આવેદન આપ્યું

મોરબી : મોરબી જીલ્લાની આંગણવાડી વર્કર બહેનો લાંબા સમયથી પડતર પ્રશ્ને લડત ચલાવી રહી છે.તેમ છતાં સરકારે નમતું ન જોખતા અંતે મોરબી જિલ્લાની આંગણવાડી વર્કર બહેનો આજે રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈ છે અને મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે 500 થી વધુ આંગણવાડી અને આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન કર્યું હતું અને પડતર મંગણીઓ ઉકેલવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

મોરબી જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનો આજથી તેમની પડતર મંગણીઓ મામલે રાષ્ટ્ વ્યાપી હડતાલમાં જોડાય છે અને આ પડતર પ્રશ્ને આજે મોરબી જિલ્લાની 500 થી વધુ આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘરણા પ્રદર્શન કર્યું હતું અને પોતાની પડતર માંગણીઓ મામલે સુત્રોચ્ચારો કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.બાદમાં કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, લાંબા સમયથી તેમની.પડતર મંગણીઓ મામલે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે આ આંદોલન કરવાની ફરજ પડી છે.આથી તેમના મૂળભૂત અધિકારીઓનું યોગ્ય પાલન કરવા માટે આઈ. સી.ડી.એસનું સીધું કે આડકતરું ખાનગીકરણ બંધ કરવા , પ્રિ સ્કૂલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં સમાવેશ રાખવા , આંગણવાડી વર્કર – હેલ્પરને લઘુતમ વેતનના શિડયુલમાં સમાવેશ કરી કાયમીનો દરજ્જો આપવા , રૂ.21000 નું લઘુતમ વેતન આપવા અને અન્ય રાજ્યની જેમ સમકક્ષ વેતન ગુજરાત સરકાર આપે તેવો આદેશ આપવા , નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષની કરવી , હેલ્પરને ન્યાયિક વેતન આપવા , વિવિધ પ્રમોશન ગ્રેડ આપવા ,ગુજરાતની 7 કોપરેશન અને તમામ જિલ્લામાં વર્કરમાંથી સુપરવાઈઝરનું પ્રમોશન આપવું ,તમામ મીની આંગણવાડીને ફુલ આંગણવાડીમાં રૂપાંતર કરી યોગ્ય વેતન આપવું ,વન ટાઈમ જિલ્લા તાલુકા ફેરબદલી આપવાના હુકમ કરવા , પ્રમોશનની 45 વર્ષની વય.મર્યાદા દૂર કરવી , બ્લાઉઝની સિલાઈના રૂ.300 આપવા ,બાળકો માટેની વિવિધ ખાદ્યસામગ્રીમાં 100 ટકાનો વધારો કરવા , વર્કર અને હલેપરને તા.1 થી 5 સુધીમાં પગાર ચૂકવી દેવો ,પેન્શન, પ્રો.ફંડ,ગ્રેચ્યુઇટીનો લાભ આપવા અને મોબાઈલમાં રોજે રોજનો ડેટા મોકલવાનો આદેશ પરત ખેંચવાની માંગ કરી છે.

- text