મોરબીના જેતપર ગામે બે સગીર વયની બહેનો ગુમ થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાઇ

- text


પિતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બન્ને બાળાઓની ભાળ મેળવવા સઘન તપાસ હાથ ધરી

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે બે સગીર વયની સગ્ગી બહેનો અચાનક ગુમ થઈ ગઈ હતી.જોકે નવા કાયદા પ્રમાણે સગીર વયના બાળકો ગુમ થાય તો તેની અપહરણની ફરિયાદ નોંધવાની જોગવાઈ છે.આથી આ બનાવમાં બન્ને બાળાના પિતાએ કોઈ અજાણ્યા શખ્સોએ તેમની બન્ને પુત્રીઓનું અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે તાલુકા પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર (મચ્છું) ગામેં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઇ નારણભાઇ બોચીયા ઉ.વ.૪૯ એ કોઇ અજાણ્યા ઇશમો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૩૧ ડીસેમ્બરના રોજ ફરીયાદી મજુરી કામ ઉપર ગયેલ હોય અને સાંજે ઘરે પાછા આવતા તેઓની દિકરીઓ જાગૃતી ઉ.વ.૧૭ તથા સરસ્વતી ઉ.વ.૧૫ બન્ને જોવા ન મળતા તેઓએ તેમની પત્ની દિકરી ક્યાં ગઈ તે બાબતે પુછપરછ કરી હતી.આથી તેમની પત્નીએ બન્ને પુત્રીઓ કુદરતી હાજતે ગયેલ હોવાનુ જણાવ્યું હતું પણ બાદમાં બન્ને પુત્રીઓ કયાંય મળી આવેલ ન હોય જેથી કોઇ અજાણ્યા શખ્સોએ તેમની દીકરીઓને લલચાવી ફોસલાવી કે કોઇ લોભલાલચ કે ભય બતાવી અપહરણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવની સર્કલ પોલીસ ઇન્સપેક્ટર પી.બી..ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text