રેતી ચોરો પર મોડીરાત્રીના જિલ્લા ખાણ ખનીજ ના દરોડા : ચાર ડમ્પર ઝડપાયા

- text


કડીયાણા ગામના પાદરમાં આવેલ હોટલ પરથી ડમ્પરોને ઝડપી લીધા : ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો

હળવદ : હળવદમાં આજે મોડી રાત્રીના જિલ્લા ખાણ ખનીજ દ્વારા રેતી ચોરો પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કડીયાણા ગામના પાદરમાં આવેલ હોટલ ના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા ત્રણ ડમ્પર તેમજ એક અન્ય ડમ્ફર મળી કુલ ચાર ડમ્પર મળી અંદાજે રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ ઝડપી લઇ હળવદ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે જિલ્લા ખાણ ખનીજની મોડી રાતની કાર્યવાહીના પગલે રેત માફિયાઓ દોડતા થઈ ગયા છે

પાછલા એકાદ મહિનામાં બ્રાહ્મણી નદીની માં રેતી ચોરી કરતા રેત માફિયા ઉપર જિલ્લા ખાણ ખનીજ દ્વારા તવાહિ બોલાવી રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ત્રણ હિટાચી મશીન ઝડપી લેવાયા હતા તેવામાં આજે રાતના જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કડીયાણા ગામના પાદરમાં આવેલ હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રેતી ભરેલા ત્રણ ડમ્ફર જીજે ૩૬.ટી.૨૧૭૩,જીજે.૩ એમએસ ૨૧૦૦અને બે નંબર પ્લેટ વગરના મળી કુલ ચાર ડમ્પરને ઝડપી લેવાયા છે ઝડપાયેલા ડમ્પરને હળવદ પોલીસ મથકે સોંપી સીઝ કરવામાં આવ્યા છે

તો બીજી તરફ ખાણ ખનીજની કાર્યવાહીને પગલે રેતી ચોરી કરતા તત્વોમાં દોડધામની સાથે સાથે ફફડાટ ફેલાયો છે

આમ તો રેત માફિયાઓનું સોશિયલ મીડિયામાં જબરુ નેટવર્ક છે જેથી ક્યા અધિકારી ક્યાં જાય છે તેના પળે પળના મેસેજ રેત માફિયાઓના મોબાઇલમાં બનાવેલ વોટસેપ ગ્રુપમાં પડતાં હોય છે મોડીરાત્રીના ખાણ ખનીજ ના અધિકારીઓ મોરબી થી નીકળ્યા હોવાના મેસેજ રેત માફિયાઓના મોબાઇલમાં પડ્યા હતા જેથી તેઓ થી બચવા જ રેતી ભરેલા ડમ્પરો કડીયાણા નજીક હોટલ ના ગ્રાઉન્ડમાં સંતાડવામાં આવ્યા હતા પરંતુ આ વાતની ખાણ ખનીજ ને જાણ થતાં તેઓ દ્વારા હોટલના ગ્રાઉન્ડમાં સંતાડેલ ડમ્પરને ઝડપી લીધા હતા.

- text

ગતરાત્રીના કડીયાણા નજીકની હોટલ પરથી ચાર ડમ્પરને ઝડપી લેવાયા છે આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી ગંગાસિહ પણ જોડાયા હતા

જ્યારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી યુ.કે સિંઘ એ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા બ્રાહ્મણી નદી પર થતી રેતી ચોરી અટકાવવા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એક મહિનામાં જ કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે તેમજ ગતરાત્રીના પણ રેતી ભરેલા ડમ્પરો પકડાયા છે સાથે જ આગામી દિવસોમાં પણ રેતી ચોરો પર વધુ અસરકારક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text