મોરબીને મેડિકલ કોલેજ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને ઠેરઠેરથી આવકાર

- text


પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજ્ય સરકારનો આભાર પ્રગટ કર્યો

મોરબી : રાજ્ય સરકારે નવા વર્ષે મોરબીને અણમોલ ભેટ આપી છે જેમાં રાજ્ય સરકારે નવા વર્ષે રૂ.325 કરોડના ખર્ચે મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે આ મોરબી સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વધારાની સુવિધા આપવા સાથે અપગ્રેડ કરવાની ઘોષણા કરી છે.રાજ્ય સરકારના આ નિણર્યને મોરબીવાસીઓએ ઉમળકાભેર વધાવ્યો છે.ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારએ રાજ્ય સરકારનો આભાર પ્રગટ કર્યો છે.

મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સીએમ નીતિનભાઈ પટેલનો આભાર માન્યો હતો.તથા મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રાજયમાં નવી મેડિકલ કોલેજો આપવામાં આવેલ છે. જેમાં મોરબીમાં પણ મેડિકલ કોલેજ ફાળવવામાં આવેલ છે. મોરબી ખાતે મેડિકલ કોલેજ મળવાથી મોરબી જીલ્લાના લોકોને આરોગ્યની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમજ મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસ માટે અન્ય શહેરોમાં દુર દુર સુધી મુશ્કેલીઓ વેઠીને જવું પડતું હતું જે મુશ્કેલી પણ હવે દુર થશે. મોરબીના લોકો તેમજ વિદ્યાર્થીઓની પણ મોરબીમાં મેડિકલ કોલેજ બને તેવી માંગણી હતી. જે માંગણી અંગે માનનીય સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા તેમજ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા દ્વારા સરકારશ્રીમાં રજુઆત કરતાં સરકારશ્રી દ્વારા સંતોષકારક રીતે માંગણીને સ્વીકારી મોરબીને મેડિકલ કોલેજ ફાળવવા આવેલ છે. જે બદલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી કિશોર(કુમાર) કાનાણી તથા મોરબી જીલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલનો મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા દ્વારા સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી અભિનંદન સાથ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text