મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ પરિવારના સહયોગથી એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં આર્ટ ઓફ લિવિંગ પરિવારના સભ્યો ભારતીબેન કાથરાણી, મેહુલભાઈ શેઠ અને પ્રતિકભાઇ પંડ્યા ઉપસ્થિત રહેલ હતા.

આ કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મની પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાએ ઉપસ્થિત અતિથીઓનું શબ્દોથી સ્વાગત કરેલ અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવતા ભારપૂર્વક જણાવેલ કે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે વિવેક, સહનશીલતા, આત્મવિશ્વાસ જેવા ગુણો કેળવવા જરૂરી છે અને આવા કાર્યક્રમોથી જ પ્રાપ્ત થાય છે.

- text

આર્ટ ઓફ લિવિંગના ભારતીબેન કાથરાણીએ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થયેલા શરીરને યોગાસનો દ્વારા સ્વસ્થ બનાવી એ તો જ સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસવાટ થાય છે અને સ્વાંત સુખાય માટે આ જરૂરી છે. તેમજ એ દ્વારા મળતો આનંદ અમૂલ્ય છે. મહેશભાઈ શેઠે પોતાના ઉદબોધનમાં પોતાના જીવનમાં આર્ટ ઓફ લિવિંગના કારણે આવેલ સુખના દ્રષ્ટાંતો આપ્યા હતા. સાથે જીવનમાં આનંદ એ મુખ્ય છે, એ બાબત પ્રસ્થાપિત કરી હતી. પ્રતીક પંડ્યા એ પોતાના પ્રવચનમાં તેમના જીવનમાં આર્ટ ઓફ લિવિંગથી થયેલા અનુભવો જણાવ્યા હતા અને એ દ્વારા જીવનમાં મળેલી તંદુરસ્તી અને જીવનમાં પ્રાપ્ત થયેલી આનંદની અનુભૂતિ વિષે જણાવેલ હતું.

કાર્યક્રમના અંતે અતિથિઓનું આભાર દર્શન પ્રોફેસર કે. આર. દંગી દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર એન. એમ. જોશી દ્વારા કરવામાં આવેલ હતું.

- text