મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મોતના કુવા સમાન ખુલ્લી ભૂગર્ભની કુંડી

- text


ભૂગર્ભની કુંડી ખુલ્લી રાખી દેવાતા વાહન ચાલકો પર જાનનું જોખમ

મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી વાહન ચાલકો માટે મોતના કુવા સમાન બની રહે તેવી દહેશત છે. અહીંયા ઓવરબ્રિજના કામ ચાલતું હોય ડાઈવર્ઝન કાઢેલા રોડ ઉપર ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી રાખી દેવાતા વાહન ચાલકો પર જાનનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી, સામાજિક કાર્યકરે આ બાબતે પાલિકા તંત્રને રજુઆત કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખરીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે મોરબીના શનાળા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજનું કામ હાલ ચાલુ હોય ત્યારે બાજુમાં ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું છે. તે રોડ ઉપર ભૂગર્ભ ગટરની ખુલ્લી કુડી હોય એ ખુલ્લી કુડી વાહન ચાલકી માટે ઘણી જ જોખમી પુરવાર થઇ શકે એમ છે. આ સ્થળે ભારેખમ ટ્રાફિક રહે છે અને 24 કલાક સતત વાહનોની ભારે અવરજવર રહે છે. તેથી, અસામાન્ય વાહન ધસારાને આ ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં કોઈ ગંભીર અકસ્માત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. સાથોસાથ ખુલ્લી કૂદીથી ગંદા પાણી ઉભરાવવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે કોઈ જીવલેણ દુર્ઘટના બને તે પહેલાં તેમણે અહીં ખુલ્લી કુંડીમાં ઢાંકણા ઢાંકવાની માંગ કરી છે.

- text