ભચાઉના ચોરીના કેસમાં નાસતા ફરતા મોરબીના બે શખ્સોની ધરપકડ કરતી એસઓજી

- text


મોરબી : ભચાઉના ચોરીના કેસમાં કોર્ટ કાર્યવાહીથી નાસતા ફરતા મોરબીના બે શખ્સોને એસઓજીની ટીમે પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં રહેતાં શુભાન ભચુભાઈ ભટ્ટી ઉ.વ.50 અને રફીક વલીમામદ સમતાણી ભચાઉ પોલીસ સ્ટેશનના 16 વર્ષ જુના ચોરીના ગુનામાં જામીન પર છૂટી કોર્ટ કાર્યવાહીથી નાસતા ફરતા હોય બન્ને આરોપીઓના કલમ 70 મુજબ ધરપકડ વોરંટની નકલ મળતા મોરબી એસઓજી દ્વારા બન્નેને તેમના રહેણાંક મકાનમાંથી પકડી પાડી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસે આ બન્ને આરોપીને ભચાઉ મોકલવાની તજવીજ હાથ ધરી છે.

- text