મોરબી : નટરાજ ફાટક પાસે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સઘન સફાઈ કરાઈ

- text


મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિએ શહેરને સ્વચ્છ બનાવવાનું બીડું ઉઠાવ્યું છે ત્યારે સ્વચ્છતા અભિયાન સમિતિ ફરીથી શહેરને સ્વચ્છ બનાવવા આજથી કામે લાગી છે અને મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટક પાસે આજે રવિવારે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સઘન સફાઈ કરવામાં આવી હતી.

મોરબીને ફરી પેરિષ તરીકેની ઓળખ આવવા માટે તબીબી સહિતના જાગૃત નાગરિકોની ટિમ સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં જઈને સ્વચ્છતા અભિયાન ચલાવે છે.સ્વચ્છતા અભિયાન સમિતિના દરેક સભ્યો ઝાડુ ઉઠાવીને સફાઈ કરે છે.તેથી આ સ્વચ્છતા અભિયાન સમિતિને શહેરને સ્વચ્છ બનાવવાના અથાક પ્રયાસોને જોઈને શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેનાથી પ્રેરાઈને સ્વંયભુ રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને શહેરને સ્વચ્છ બનાવવા માટે પોતાના નાગરિક ધર્મને ઉમદા રીતે નિભાવી રહ્યા છે.ત્યારે થોડા સમયના વિરામ બાદ આજે રવિવારે ફરીથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા અભિયાન સમિતિએ નટરાજ ફાટક પાસે સઘન સફાઈ કરી હતી અને હવે પછી દર રવિવારે સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવવાના સંકલ્પ કર્યા હતા.

- text

- text