ટંકારા તાલુકામાં ડેન્ગ્યુનો રોગચાળો અટકાવવા રાત્રી સભાઓ યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકામાં ડેન્ગ્યુ રોગચાળો ન ફેલાય તે માટે લોકોને સાવચેતી રાખવા માટે નકામા પાણીના પાત્રો જેવા કે ટાયર ખુલ્લા પાણીના ટાંકા પક્ષી કુંડ વગેરેમાં ડેન્ગ્યુ મચ્છર થતા હોય છે તે અટકાવવા માટે લોકોમાં જન જાગૃતિ આવે તે માટે ફિલ્મ પ્રોજેક્ટ દ્વારા ડેન્ગ્યુ અંગેની ટૂંકી ફિલ્મો બતાવીને લોકોમાં જન જાગૃતિ અંગે રાત્રી સભાઓ યોજવામાં આવી હતી.

- text

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ અંગે રાત્રી સભાઓ યોજાઈ હતી.જેમાં લોકોએ બોહોળી સંખ્યામાં લાભ લીધો હતો.અત્યાર સુધીમાં ટંકારા તાલુકામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેસડા( સુ) નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી નેસડા ખાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટંકારા તથા લજાઈ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાત્રી સભાઓમાં ડો. ભાસ્કર વીરસોડીયા, ડો. આશિષ સર સાવડીયા ડો. રાધિકા વડાવીયા, સુપરવાઇઝર પટેલ હિતેશ કે.જાવિયા, સુરેશભાઈ મસોત મનસુખભાઈ રેનીસ કડીવાર તથા સ્ટાફ દ્વારા લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

- text