હવે એસ.ટી. બસ ક્યાં પહોંચી એ પણ એપ્લિકેશન દ્વારા જાણી શકાશે

- text


એસ.ટી.ની તમામ માહિતી હવે એન્ડ્રોઇડ મોબાઈલ એપ. પર ઉપલબ્ધ બની : નવી એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બુકીંગ તેમજ બસનું લાઈવ ટ્રેકિંગ થઈ શકશે

મોરબી : સમયની માંગ સાથે બદલાવ લાવતા GSRTCએ હવે એસટી બસની મોટાભાગની તમામ માહિતી ઓનલાઈન મળી રહે એ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશનને અપગ્રેડ કરી છે.

- text

મોરબી ડેપો મેનેજર દિલીપ શામલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે GSRTC દ્વારા એન્ડ્રોઇડ મોબાઈલ માટે ઓનલાઈન સિસ્ટમ (એપ્લિકેશન) અપગ્રેડ કરાઈ છે. આ માટે GSRTCની એપ. ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન બુકીંગ, એડવાન્સ બુકીંગ, ટિકિટ કેન્સલ કરાવવી, કેન્સલ ટિકિટના રિફંડનું સ્ટેટ્સ, બુકીંગની હાલની સ્થિતિ, બસના રૂટ, ટાઈમ ટેબલ, કેન્સલ થયેલી બસ વિશેની જાણકારી, ટિકિટ રિશીડ્યુલ કરવાની સુવિધા, વિદ્યાર્થીઓ માટે બસના પાસ સહિત બસનું લાઈવ લોકેશન જાણવાની સુવિધા પણ નવી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ઉપલબદ્ધ કરાવાઇ છે. આ તમામ સુવિધા આંગણીના ટેરવે મેળવવા GSRTCની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મોરબીના ડેપો મેનેજર દિલીપ શામલાએ મુસાફરોને અનુરોધ કર્યો છે.

- text