હળવદ : મગફળી કાઢવાના મશીનમાં સાડી ફસાતા શ્રમિક મહિલાનું મોત

- text


હળવદ : હળવદના ચંદ્રગઢ ગામે ખેતરે મગફળી કાઢવાના મશીનમાં સાડીનો છેડો ફસાઈ જતા શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું.આ બનાવની હળવદ પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે આવેલ હસમુખભાઇ લાલજીભાઇની વાડીએ રહીને ખેતમજૂરી કરતી અંબીબેન ઉત્તમભાઇ રાઠવા ઉ.વ.૪૫ રહે મુળ .છોટાઉદેપુર હાલ ચંદ્રગઢ ગામની સીમ હળવદ વાળી ગત તા.૧૨ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામા ચંદ્રગઢ ગામની સીમમા હસમુખભાઇની વાડીએ કામ કરતા હતા અને મગફળી કાઢવાના મશીન થ્રેશર કામ કરતી વખતે તેણીએ પહેરેલી સાડીનો છેડો થ્રેશરના પંખામા આવી જતા તેમને છાતીના ભાગે ઇજા થતા સારવાર દરમ્યાન મોત થયું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text