ટીબીના દર્દીઓને ઘરેબેઠા સારવાર મળી રહેશે : હળવદને એક્સ-રે વાહન ફાળવાયું

- text


તાલુકાના ટીકર ગામે આવેલ પી.એચ.સી.સેન્ટર ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમંતભાઈ રાવલે એક્સ-રે વાનને લીલી ઝંડી આપી

હળવદ: ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત ટીબીના દર્દીઓનું વહેલું અને ઝડપી નિદાન થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં તારીખ 15થી 22 સુધી એક્સ-રે મોબાઈલ વાન મુકવામાં આવી છે. જેને ટીકર ખાતે આવેલ પી.એચ.સી. સેન્ટર ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

આ એક્સ-રે મોબાઇલ વાન દ્વારા ટીબી મુક્ત હળવદ તેમજ માળીયા તાલુકાના ગામોમાં જઈ શંકાસ્પદ ટી.બી.ના દર્દીઓનું એક્સ-રે દ્વારા નિદાન કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાને ટીબી મુક્ત બનાવવા મદદરૂપ થશે. વધુમાં કોઈપણ વ્યક્તિ કે જેને બે અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી, તાવ, વજનમાં ઘટાડો ગળફા આવવા, ગળફામાં લોહી પડવું જેવી તકલીફ હોય તે તમામ વ્યક્તિઓ આ એક્સ રે મોબાઈલ વાનમાં નિ:શુલ્ક નિદાન કરાવી શકશે.

- text

આ તકે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ કતીરા જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, ડોક્ટર બાવરવા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીબીના દર્દીઓને તાલુકા મથકની હોસ્પિટલોમાં સારવાર અર્થે અથવા તો નિદાન માટે આવવું પડતું હતું. જ્યારે હવે આ એક્સ-રે મોબાઇલ થકી દર્દીઓ પોતાના ગામમાં જ ટીબીનું ચેકઅપ કરાવી શકશે તેમજ સારવાર મેળવી શકશે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text