મોરબી : પ્રદુષણ ફેલાવતી 23 ફેક્ટરીઓને નોટિસ ફટકારાઈ

- text


પ્રદુષણ બોર્ડ ફરી પ્રદુષણ ન ફેલાવાની તાકીદ કરી

મોરબી : મોરબીમાં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે પ્રદુષણ બોર્ડ કાર્યવાહી કરી હતી.જેમાં ગત ઓક્ટોબર માસમાં પ્રદુષણ બોર્ડ મોરબીમાં પ્રદુષણ ફેલાવતી 23 ફેકટરીઓ સામે પગલાં ભરીને નોટિસ ફટકારી હતી. તેમજ ફરી પ્રદુષણ ન ફેલાવા અંગે સમજણ આપીને તાકીદ કરી છે.

- text

મોરબીમાં સીરામીક ઉધોગમાં જોખમી કોલગેસ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા બાદ પ્રદુષણમાં નિયત્રણ આવ્યું છે.આમ છતાં પણ કેટલાક સીરામીકના કરખાનાઓમાં સ્પ્રે ડ્રાયર દ્વારા હવાનું પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ગત ઓક્ટોબર માસમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદો મળી હતી.આથી પ્રદુષણ બોર્ડ દ્વારા મોરબીમાં હવાનું પ્રદુષણ ફેલાવતા સ્પ્રે ડ્રાયર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અને 10 જેટલા સ્પ્રે ડ્રાયર ચલાવતા સંચાલકોને નોટિસ ફટકારી હતી.તેમજ હવે પછી પ્રદુષણ ન ફેલાવા અંગે પ્રદુષણ બોર્ડ સ્પ્રે ડ્રાયરના સંચાલકોને યોગ્ય સમજણ આપી હતી.આ ઉપરાંત લીલાપર ગ્રામ પંચાયત દ્વારા પ્રદુષણ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી કે,પેપરમિલોના પાણી અને વેસ્ટનો જોખમી રીતે નિકાલ થાય છે.તે સંદર્ભની કાર્યવાહી કરીને પ્રદુષણ બોર્ડ લીલાપર રોડ આજુબાજુની પ્રદુષણ ફેલાવતી 13 જેટલી પેપરમિલોને નોટિસ ફટકારી હતી.આ પેપરમિલોના સંચાલકોને પાણીનો યોગ્ય નિકાલ કરવાની પ્રદુષણ બોર્ડ સૂચના આપી હતી.આમ ઓક્ટોબર માસમાં ગૃજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા સીરામીકના સ્પ્રે ડ્રાયર અને પેપરમિલો સહિત 23 જેટલા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text