સમાધી લેવાના હઠાગ્રહ કરનાર કાંતિલાલને સમજાવવા માટે 4 અધિકારીની ટીમનું ગઠન

- text


સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કાંતિલાલને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા
જરૂર પડ્યે અટકાયતી સહિત તમામ તકેદારીના પગલાં લેવાનો એસપીએ નિર્દેશ આપ્યો

મોરબી : મોરબીના પીપળીયા ગામે આધેડે 28મીએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. ત્યારે આ ગંભીર બાબતે મોરબી જિલ્લા પોલીસ વડાએ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આધેડને સમજાવવાના સઘન પ્રયાસો આદર્યા હોવાનું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને જરૂર પડ્યે કાયદાકીય પ્રોસીઝર મુજબ તેમની સામે અટકાયતી પગલાં ભરવા અને સમાધી જીદ છોડે તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો નિર્દશ આપ્યો છે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોરબીના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મૂછડીયા નામના આધેડે આગામી તા.28મીએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરતો તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આથી તાલુકા પોલીસની ટિમ દ્વારા પીપળીયા ગામે પહોંચી સરપંચની સાથે તેમને સમજાવવાના પ્રયાસો ચાલુ કરાયા છે.તાલુકા પોલીસે તેમનું નિવેદન લીધું છે. તેમાં તેમને તા.28 સુધી કોઈપણ પગલું ન ભરવાની ખાતરી આપી છે. તેમજ કાંતિલાલભાઈ આવનારા દિવસોમાં આવું કોઈ પગલું ન ભરે તે માટે સમગ્ર જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને સમજાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આવી રીતે આત્મવિલોપન કરવું કે અરજી કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે. પોલીસનો એવો આશય છે કે કાંતિલાલ આવું કોઈ પગલું ભરે નહિ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ આવું પગલું ભરવાની કોશિશ કરે તો એની સામે કાયદાકીય પ્રોસીઝર મુજબ અટકાયતી પગલાં ભરવા અને તેમ છત્તા મામલો કાબુમાં આ આવે તો જેલહવાલે કરવાની પણ કાયદાકીય પ્રોસીઝર હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું. કાંતિલાલે પોલીસના નિવેદનમાં સમાધી લેવાના હોવાનું જણાવ્યું નથી ત્યારે મીડિયાએ સમાધી લેવાના વીડિયો વાયરલ થયાની પ્રશ્નોતરી ચાલતા એસીએ કહ્યું હતું કે,કાંતિલાલે બેત્રણ અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા છે.જેમાં તે કુદરતી રીતે બેઠા બેઠા દેહત્યાગ કરવાની વાત કરે છે. જોકે આ એક અંધશ્રદ્ધા છે. હાલ તો પોલીસ એમને સમજાવવા માટે કામે લાગી છે. જામદૂધઈ ગામના નવઘણ દળના પૂજારી સહિતના લોકોને બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text

જ્યારે અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, કાંતિલાલે સમાધી લેવાની જાહેરાત કરતો વીડિયો સોશ્યલ મીડિયાના માધ્યમથી તંત્રના ધ્યાને આવ્યો છે.આથી તુરંત જ મામલતદાર અને પ્રાંત અધિકરીઓને પીપળીયા ગામે મોકલી તેમના પરિવાર સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરતા આ સમગ્ર બાબત અધશ્રદ્ધાની હોય તેવું લાગે છે આથી શ્રદ્ધાની વાતને વાસ્તવિકતા સાથે ન જોડવા અને ઈચ્છા મૃત્યુ લેવું એ આજના જમાનામાં નરી અંધશ્રદ્ધા હોવાનું જણાવીને આ સમગ્ર બાબતે સમજાવવામાં આવ્યા હતા. તેમજ તેમને સમજાવવામાં માટે એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાંત અંધિકારી, એસટી એસસી એલના ડીવાયેસપી સહિત 4 અધિકારીઓ કાંતિલાલની જીદ છોડવા માટે સમજાવવા પ્રયાસ કરશે અને સમજાવટથી વાત પતી જાય તો ઠીક છે નહિતર કાયદાકીય પ્રોસીઝર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ હતુ.

- text