મોરબીના ખાનપર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા : બે ફરાર

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી.લીધા હતા.જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા.તાલુકા પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલિસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ગઈકાલે ખાનપર ગામે જુગારની રેડ કરીને કિશોરભાઇ રૂગનાથભાઇ જીવાણી,વિપુલભાઇ સવજીભાઇ ધોડાસરા, દુર્લભજીભાઇ મહાદેવભાઇ ધોડાસરા,વલમજીભાઇ અણદાભાઇ જીવાણી,દેવજીભાઈ કરશનભાઇ પરમારને તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૨૨,૦૬૦/- તથા બે બાઇક કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૨,૦૬૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ જુગારની રેડ દરમિયાન આયદાનભાઇ ભુરાભાઇ સવસેટા, મુકેશભાઇ ઉર્ફે ચંડી ભગવાનભાઇ બોરીચા નાસી છૂટતા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text