મોરબી : વીજ ટ્રાન્સફોર્મર સાથે ટ્રક અથડાયાની ઘટનામાં રૂ.1.31 લાખના નુકશાનની ફરિયાદ

- text


બે દિવસ પહેલાની ઘટનામાં વીજ અધિકારીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠે બે દિવસ પહેલા એક ટ્રક વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાયો હતો.ત્યારે પીજીવીસીએલના અધિકારીએ આ ઘટનામાં ટ્રક ચાલક સામે વીજ ટ્રાન્સફોર્મર સાથે ટ્રક અથડાવી રૂ.1.31 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પહેલા મોરબી વાંકાનેર હાઇવે પર પસાર થતો એક ટ્રક અચાનક બેકાબુ બનતા ટ્રક આ નેશનલ હાઇવે પર ત્રાજપર ચોકડી પાસે ઘનશ્યામ ચેમ્બર સામે આવેલ વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાયો હતો.જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ ન હતી.પણ ટ્રક અથડાવીને વીજ ટ્રાન્સફોર્મરને નુકશાન થયું હતું.આથી મોરબી પીજીવીસીએલના અધિકારી કુલદીપભાઈ ડાયાભાઈ વાછણીએ આરોપી જી.જે.12 ઝેડ 985 નંબરના ટ્રક ચાલક સામે ટ્રક પીજીવીસીએલના 100 કેવીના ટ્રાન્સફોર્મર સાથે અથડાવીને રૂ.1.31 લાખનું નુકશાન કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text