હળવદમાં સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય સામે નોંધતો ગુન્હો

- text


હળવદ : હળવદના સુખપરમાં ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતની સગીર વયની પુત્રીને બદકામ કરવાના ઇરાદે લગ્નની લાલચ આપી ભગાડી જનાર પરપ્રાંતીય યુવક સામે પુત્રીના પિતાએ ફરિયાદ નોંધાવતા હળવદ પો.સ્ટે.ના પો.ઇન્સ. ઇન્ચાર્જે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના સુખપર ગામના ખેડૂતની સગીર વયની પુત્રીને મૂળ ઝરખંડનો વતની અજય મહેશભાઈ રાવત નામનો યુવક લલચાવી ફોસલાવી બદકામ કરવાના કે લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા સગીરાના પિતાએ હળવદ પો.મથકમાં ફરિયાદ કરતા હળવદ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.જી. ખાંભલાએ આરોપીને સગીરા સહિત ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text