લાતીપ્લોટમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લઘુ ઉધોગકારોનો આપની આગેવાનીમાં પાલિકામાં મોરચો

- text


તંત્રના પાપે સૌથી વધુ ટેક્સ આપતા લાતીપ્લોટની નર્કથી બદતર સ્થિતિ હોવાની હૈયાવરાળ ઠાલવી : લાતીપ્લોટમાં પ્રાથમિક સુવિધા ન અપાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટ સૌથી વધુ પાલિકાને ટેક્સ ચૂકવે છે.પણ તંત્રના પાપે આ વિસ્તારની કમનસીબી એવી છે કે વર્ષોથી લાતીપ્લોટમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે.તંત્રની ધોર ઉપેક્ષાને કારણે લાતીપ્લોટની નર્કથી બદતર હાલત થઈ ગઈ છે.આથી તંત્રની લાપરવાહીથી કંટાળી ગયેલા આ વિસ્તારના લઘુ ઉધોગકારોએ આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ પાલિકા કચેરીમાં આજે મોરચો માંડીને ઉગ્ર રજુઆત કરી હતી અને સમસ્યાઓનું નિવારણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને આજે અહીંના લઘુ ઉધોગકારોએ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારોની આગેવાની હેઠળ પાલિકા કચેરીમાં દોડી જઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરી હતી.ઉધોગકારોએ ચીફ ઓફિસર સમક્ષ તંત્રની ધોર લાપરવાહીના કારણે લાતીપ્લોટની થયેલી દુર્દશાનો ચિતાર રજૂ કર્યો હતો.મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળ સહિત અનેક નાના મોટા લઘુ ઉધોગો ઘમઘમે છે.પણ લાતીપ્લોટમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.રોડ રસ્તા,પાણી, લાઈટ, ગટર અને વરસાદી પાણીના નિકલનો અભાવ સહિતની પારાવાર સમસ્યાઓ વર્ષોથી લઘુ ઉધોગના વિકાસને રૂંધી રહી છે.જોકે મોટા મોટા ઉધોગો સુવિધાના અભાવે કંટાળીને અહીંથી સ્થળાંતર કરી ગયા છે.હવે માત્ર લઘુ ઉધોગો જ બચ્યા છે.તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

- text

વધુમાં ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,પ્રાથમિક સુવિધાના અભાવે તો બારેમાસ હાલાકી રહે છે.પણ સૌથી વધુ કફોડી હાલત ચોમાસામાં થાય છે.આ વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી.આ ચોમાસામાં ભરપૂર વરસાદ વરસ્યા બાદ પણ હાલ માવઠા ચાલુ રહેતા લાતીપ્લોટમાં પાણી ભરવાની ભયંકર સમસ્યા યથાવત રહી છે.તેમજ ગટર પણ ઉભરાતી હોવાથી આ બેવડી સમસ્યાઓને કારણે ઉધોગ ધંધા પર માઠી અસર થાય છે.લાતીપ્લોટમાં શેરીમાં પાણી ભરાવવાની સાથે ઉધોગોમાં પણ ઘુસી જતા હોવાથી ઉધોગકારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.ઘણી વખત ઉધોગો બંધ રાખવા પડે છે.દર ચોમાસે આવી હાલત થાય છે.આ વખતે વધુ કફોડી હાલત થઈ હતી.તેમ છતાં તંત્રએ કોઈ પગલાં ન લેતા ઉધોગકારોને હવે અહીંથી હિજરત કરવી પડે તેવી નોબત આવી છે.જોકે સૌથી વધુ ટેક્સ આપતા હોવા છતાં સુવિધાઓ કેમ અપાતી નથી તેમ કહીને તંત્ર પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને ટુક સમયમાં પ્રાથમિક સુવિધા ન અપાઈ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text