વાંકાનેર : વીડિયો વાયરલ થયાના પ્રકરણમાં તલાટીએ પંચાયતના સભ્ય વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

- text


તલાટીના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો : પંચાયતના સભ્ય સામે ફરજમાં અડચણ ઉભી કરી નોકરીમાંથી કઢાવાની ધમકી આપ્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના જાલીડા ગામે તલાટીના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયાનું પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યું છે. જેમાં તલાટી મંત્રી દ્વારા પંચાયતના સભ્ય વિરુદ્ધ ફરજમાં અડચણ ઉભી કરી નોકરીમાંથી કઢાવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે હાલ તપાસ આદરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગ્રામપંચાયતમા તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હેતલબા નવલસિંહ ચૌહાણ ઉ.વ.30એ ગ્રામપંચાયતના સભ્ય વિશાભાઈ માણસુરભાઈ લોહ વિરુદ્ધ વાંકાનેર તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે ફરજ પર હાજર હતા. ત્યારે આ શખ્સે સીસી રોડના વર્ક ઓર્ડરની કોપી જોઈએ છે તેમ કહ્યું હતું. જેથી તેઓએ કહેલ કે અત્યારે મારી પાસે સીસીરોડના વર્ક ઓર્ડરની કોપી ન હોય તમે ચારેક વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ આવજો. ત્યાં તમોને આ કોપી અપાવી દઈશ. તેમ કહેતા શખ્સ ઉશ્કેરાઇ જઈને ઉગ્ર થઈને ચાલુ ફરજમાં અડચણ ઉભી કરી બોલાચાલી કરી નોકરીમાંથી કઢાવી નાખશે તેવી ધમકી આપી બદનામ કરવાના ઇરાદે વિડીયોનું રેકોર્ડીંગ કર્યું હતું.

તલાટી મંત્રીની આ ફરિયાદના આધારે હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text