મોરબીના યુવાનોએ બીમાર શ્વાનને નવજીવન આપ્યું

- text


મોરબી : પશુ-પંખીઓ જેવા અબોલ જીવો પાસે મનુષ્યની જેમ વાચા નથી. તેથી, તેઓની સમસ્યા અંગે આપણને જાણ થતી નથી. પરંતુ જયારે કોઈ પશુ-પંખી બીમાર દેખાય ત્યારે તેમને સારવાર આપવી તે મનુષ્યની નૈતિક ફરજ છે. મોરબીના યુવાનોએ આ નૈતિક ફરજને સમજીને બીમાર શ્વાનને નવજીવન આપ્યું છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


મોરબીનાં નવજીવન નગર (ખેવારીયા) ગામમાં શ્વાન બિમાર પડયું હતુ. તેની જાણ ગામનાં યુવાનો જયદીપ વાધડીયા, દિપક વડાવિયા, રોહિત રાજપરા, અભિષેક રાજપરા તથા ભૌતિક સધરાકિયા જેવા સેવાભાવી યુવાનોને થતા યુવાનોએ પશુપ્રેમ દાખવીને શ્વાનને દવાઓ આપીને તેની તાત્કાલિક સારવાર કરી હતી. આમ, મૃત્યુની નજીક પહોંચેલા બીમાર શ્વાનને સારવાર આપી નવજીવન આપ્યું હતું. તેથી, સ્થાનિક લોકોએ યુવાનોના સરાહનીય કાર્યને વખાણ્યું હતું.

- text