મોરબીમાં યોજાનાર ખેડૂત મહાસંમેલન સંદર્ભે ટંકારામાં મિટિંગ યોજાઈ

- text


ટંકારા : ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ તથા કમોસમી વરસાદના કારણે ખરીફ પાકો નિષ્ફળ ગયા છે. જેના કારણે ખેડૂતોને ભારે નુક્સાનીનો ભોગ બનવું પડ્યું છે. આ નુકશાનીમાંથી બહાર નીકળવા લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સરકારને કરવામાં આવી છે. ઉપરાંત, સરકાર દ્વારા ખેડૂતોને 100% વીમો તાત્કાલિક ધોરણે ચૂકવાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોની માંગને વાચા આપવા તથા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન તા. 14 નવેમ્બરના રોજ ગુરુવારે સવારે 10 કલાકે નવા બસ સ્ટેન્ડ પાસે, સરદાર બાગ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ સંમેલન બાદ રેલી કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

- text

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


આ સંદર્ભે ટંકારા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય લલિત કાગથરાની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ એશોએશિયન ચુટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો તમામ હોદ્દેદારો જોડાયા હતા.

- text