મોરબીના બાદનપર ગામના યુવાન પર લોખંડના પાઇપથી હુમલો કરનાર ત્રણની ધરપકડ, એકની શોધખોળ ચાલુ

- text


મોરબી : મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાથી યુવાને ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે તાપસ કરી પોલીસે હુમલાખોર ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા એક શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


મોરબી તાલુકાના બાદનપર ગામે રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવતા નરેન્દ્રભાઈ મોહનભાઈ સાવરીયા નામના ૨૫ વર્ષના યુવાન ઉપર ગામના જ દેવેન્દ્ર ઉર્ફે નાથો અમરશી કણજારીયા સથવારા, સંજય કાનજી કણજારીયા સથવારા રહે. બંને મોરબી વાવડી રોડ કીરીયા સોસાયટી મૂળ રહે. બાદનપર અને બે અજાણ્યા ઈસમો એમ કુલ ચાર લોકોએ લોખંડના પાઇપ વડે પગના ભાગે તથા નાકના ભાગે ઘા મારીને તેમજ ઢીકાપાટુનો મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ નરેન્દ્રભાઇને જાતિ પ્રત્યે હડધૂત કરાયા હોવાથી નરેન્દ્રભાઈએ ઉપરોકત ચારેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાવેલ છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના પિતાને સામાવાળાએ ફોન કરીને તેઓ વાડીએ દારૂ પીવા માટે માણસો ભેગા કરે છે તેવું મનોમન વિચારી લઈને તે વાતે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે મારામારી તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

હાલમાં આ કેસમાં પોલીસે દેવેન્દ્ર ઉર્ફે નાથો અમરશીભાઈ કણજારીયા, સંજય કાનજીભાઈ કણજારીયા અને આદીલભાઈ ગફારભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને અન્ય એક આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- text