મોરબીના “જોય ઓફ ગીવિંગ ગ્રુપ” દ્વારા દિવ્યાંગ યુવકની રોજગારલક્ષી વ્યવસ્થા કરાઈ

- text


100 ટકા દિવ્યાંગ એવા કોમ્પ્યુટર નિષ્ણાંત યુવકને મોનિટરની સહાય કરી ધન્યતા અનુભવતું મોરબીનું ગ્રુપ

મોરબી : સંપૂર્ણ પણે પથારીવશ, રાજકોટ રહેતા 33 વર્ષના વિકલાંગ યુવકે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા પોતાની પરવશ પરિસ્થિતિનો ચિતાર આપતો એક સંદેશો વાયરલ કર્યો હતો. જે ફરતો ફરતો મોરબી સ્થિત “જોય ઓફ ગીવિંગ ગ્રુપ” સુધી પહોંચતા આ ગ્રુપ દ્વારા એ યુવકનો રાજકોટ ખાતે સંપર્ક કરી યુવકની જરૂરિયાત મુજબ નવા કોમ્પ્યુટર મોનીટરનું અનુદાન આપતા યુવકે મોરબીના ગ્રુપનો આભાર વ્યક્ત કરી માનવતાને સો-સો સલામ કરી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


રાજકોટ ખાતે રહેતા અમિતભાઇ સિમેજિયા નામના 33 વર્ષના યુવકે સોશિયલ મીડિયામાં એક સંદેશો મુક્યો હતો. જેમાં તેઓએ પોતાની પરવશતાની હકીકત રજૂ કરી હતી. 24 વર્ષ પહેલાં મણકાનું ઓપરેશન કરાવ્યા બાદ અમિતભાઇને વિકલાંગતા આવી ગઈ હતી. પાછલા 10 વરસોથી તો તેઓ સંપૂર્ણ પથારીવશ થઈ ગયા હતા. દૈનિક રોજિંદી ક્રિયાઓ પણ તેઓએ પથારીમાં જ કરવી પડે તેવા દિવસો દરમ્યાન તેમના માતા, દાદા, દાદીનું એક પછી એક અવસાન થતા યુવક અને તેમના પિતા, એમ બે વ્યક્તિઓ જ ઘરમાં બાકી બચ્યા હતા. કુદરતની નિષ્ઠુરતા હજુ બાકી હોય એમ એમના પિતાને અકસ્માત નડતા તેઓ પણ હવે પુત્ર અમિતભાઈનું ધ્યાન રાખવા અસમર્થ બન્યા હતા.

- text

અલબત્ત નિરાશાના આવા દિવસોમાં આશાનું એક કિરણ ઉગવાનું હજી બાકી હતું. અમિતભાઈએ અગાઉ કરેલો કોમ્પ્યુટરના કોર્ષને સહારે તેઓ ઘેર બેઠા કોમ્પ્યુટર ગ્રાફિક્સ, ફોટો સ્ટુડિયો અને વિડિઓ એડીટિંગનું કામ કરી શકે તેમ હતા. વર્ષોથી પથારીવશ રહેવાને કારણે તેઓને પાચનક્રિયાને લગતી ભગંદર નામની બીમારી થઈ ગઈ હતી. આથી તેઓ વધુ વાર બેસી શકે તેવી સ્થિતિ ન હોવાથી તેઓ ઘણી વાર સુતા સુતા પણ કોમ્પ્યુટર વર્ક કરતા હતા. આવા સંજોગોમાં તેઓને બગડી ગયેલું કોમ્પ્યુટર મોનીટર લેવાની જરૂરિયાત પણ હતી અને મણકાના ઓપરેશન માટે 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ પણ કામ કરીને એકથી કરવી પડે તેમ હોવાથી તેઓએ સોશિયલ મીડિયામાં આ આપવીતી રજૂ કરી હતી.

આ સંદેશો મોરબીની “જોય ઓફ ગીવિંગ ગ્રુપ” સુધી પહોંચતા ગ્રૂપના રાવલ સાહેબે અમિતભાઇ સાથે વાત કરી ઘનશ્યામભાઈ અઘારાના કાને આ વાત નાંખતા 3 દિવસમાં જ દિવ્યાંગ યુવક અમિતભાઈની જરૂરિયાત મુજબના નવા કોમ્પ્યુટર મોનીટરની વ્યવસ્થા કરી આપી એક દિવ્યાંગને, સ્વનિર્ભર બની રહેવા માટે માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું. જોય ઓફ લિવિંગ ગ્રુપના તમામ સદસ્યો અને દાતાઓની ઉદાત્ત ભાવનાને યુવક અમિતભાઈએ ઋણ સમજી નમન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

- text